શ્રી ગણેશાય નમઃ


આજ ના માણસ ની મનોવૃત્તિ "મુખ મેં રામ બગલ મેં છૂરી " ને ખુબ સારી રીતે દર્શાવે છે. આજ ના જમાના માં, જે મોટું અને ઊંચું બોલે એજ સત્ય નું ઘડતર કરે છે જે ખુબ ખોટું છે. . સત્ય એ નારાયણ છે, આજન્મ અને અવિનાશી. પણ કલયુગ માં તો નારાયણ ને પણ અપને પરમઅંશ માં થી હયાત વસ્તુ માં ફેરવી દીધા છે. ફાવે એમ આપણે ગુરુ ગ્રંથો અને વેદ ગ્રંથો નો સગવડીયો ધર્મ પણ બનાવી દીધો છે.  

માયા અને લોભ ના લીધે આપણે કોઈક જાત ના ભય માં હંમેશા રહેતા હોય છે. એ અવચેતન ભય આપણને કેવી રીતે વર્તાવે છે, સુ કરાવે છે, અને અંત માં એ કેટલો હાનિકારક છે. જાનવર એની પ્રકૃતિ ક્યારેય નથી છોડતો. ગુસ્સો આવે તો બચકું ભારે અને પ્રેમ આવે તો વહાલ કરે. તેથીજ એ શુદ્ધ છે. માણસ જો ઈશ્વરે ઇચ્છેલી પ્રકૃતિ માં પાછો નહિ આવે તો અંતે એ નાશ પામશે. તો વિચારવા જેવી વાત એ પણ છે કે આજ ના માણસ નો અપડે કેવી રીતે જોઈએ છે? જિદ્દી, વધુપડતી આત્મશ્રદ્ધા, હું કાવ એજ સાચું, પૈસો મારો પરમેશ્વર અને હું પૈસા નો દાસ અને બીજી ઘણી બધી "ખૂબી" આજ નો માણસ દર્શાવે છે. 

આ કાવ્ય માં આજ ના માણસ ના ગુનો નું વર્ણન કરવા માં આવેલું છે. આમાં તમે, હું બધા આવી ગયા. અંતમાં પ્રભુ કંટાળી નો કહે છે કે સુધરી જાઓ અને તમારી ઈશ્વર નિર્ધારિત પ્રકૃતિ નો અપનાવો અન્યથા પ્રકૃતિ સર્જન અને વિનાશ બંન્ને જાણે છે. 


આજ નો માણસ 

કુદરત સામે રમતો માણસ 
  ઓસરી માં જાણે જભુકતો ફાનસ

જેમ સામા પવને ચડતી પતંગ 
   બેહરો જાણે સાંભળતો અભંગ 

વિધાતા ની કલામ નો ગુલામ
   કર્મ ના સિદ્ધાંત નું નથી ભાન 

સમય નો બન્યો છે માલક
     અવિચાર નો છે અજ્ઞાકારક

ગીતા જેને હૈયે નહિ પણ હોઠે 
ભગવાન ને પૈસા માંજ એ ગોતે

અંતર આત્મા નો નથી ભાસ 
   આનંદ પામે  જયારે કરે એ નાશ 

ક્ષમા અને દયા એમને દ્વાર ખોલ્યા 
અંત માં કંટાળી ને ભગવાન બોલ્યા 

બોલ્યા દીનાનાથ હવે તો છોડ આળસ 
    વિનાશ થી બચવા પ્રકૃતિ બન ઓ માણસ 

--ધ્રુવ પંડ્યા
૦૬/૦૪/૨૦૨૦  

Comments

Popular posts from this blog

શોધ

મન મારુ હર્ષાય