શોધ

 શ્રી ગણેશાય નમઃ 


આ કવિતાની રચના કરતા કેટલો વખત થયો તે યાદ કરો ખુબજ અઘરો છે. ઈશ્વરની ખોજ પ્રત્યેક મનુષ્યને જાણતા અજંતા હોયજ છે. મનુષ્ય નાસ્તિક હોય કે આસ્તિક, ઈશ્વર કદી તેની રચના મ ભેદભાવ નથી રાખતો. મોટો તફાવત એ છે, કે નાસ્તિક મનુષ્ય પોતાની ઉર્જા ઈશ્વરના અસ્તિત્વ ને નકારવા માં અને ઈશ્વરના અસ્તિત્વના અભાવ માં શું કરવું તે વિચવારમાં પસાર કરે છે. આસ્તિક મનુષ્ય ઈશ્વરની મહાનતા અને એની રચનાના ગુણગાન માં સમય પસાર કરે છે. આ કવિતા માં હું પોતે ઈશ્વર ને શોધું છું. ઈશ્વર ને શોધતા શોધતાજ મને તત્વજ્ઞાન થાય છે. ઈશ્વર મારી સાથે અને પાસે છે અને તે હંમેશા માટે મારુ હિત ઈચ્છે છે. મારી માનવીય બુદ્ધિ ફક્ત તેને સમજવાની ક્ષમતા નથી ધરાવતી. 

Credit: https://fineartamerica.com/


શોધ 


ખોજ માં તારી ભ્રમણ કરું

શેરીએ શેરીએ હું રોજ ફરું 

હે મને બનાવનારા છે તું ક્યાં?

તું જ્યાં કહીશ હું આવીશ ત્યાં 


વૃક્ષ માં તારો વાસ છે શું ?

જો હોય તો વૃક્ષને ભેટીશ હું 

શું ખીલનારા કમલ માં તારો વાસ?

ઉગમતા સૂર્યના સ્પર્શ નો તું આભાસ


શું છે તું પક્ષીઓ ની વાત માં?

પવિત્રતા અને મીઠાસ માં પરમાત્મા

નદીના ના વહેતા નિરમા શું છે તું?

કદાચ! નહીતો પાણી કોણ રાખે વેહ્તું?


દરિયાના મોજા માં શકતીનો આવજાવ 

તારી રચનાનો જાણે તે વિશાલ પ્રભાવ

છલાંગ મારતી માછલી નમન કરે તને 

ત્યારે પળ-પળ તારો ભાસ થાય મને


ભ્રમણ કરી જ્યારે આવ્યો ઘરે પાછો

તત્વજ્ઞાન મળ્યું બોધ થયો મને સાચો 

સર્વવ્યાપી ઈશ્વર તારું હું અસ્તિત્વ જાણ્યો

ફક્ત આત્મા થી બોલાવીને હું તને પામ્યો 

- ધ્રુવ પંડ્યા  

૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧




Comments

Popular posts from this blog

મન મારુ હર્ષાય