Posts

Showing posts from June, 2020
શ્રી ગણેશાય નમઃ આજ ના માણસ ની મનોવૃત્તિ "મુખ મેં રામ બગલ મેં છૂરી " ને ખુબ સારી રીતે દર્શાવે છે. આજ ના જમાના માં, જે મોટું અને ઊંચું બોલે એજ સત્ય નું ઘડતર કરે છે જે ખુબ ખોટું છે. . સત્ય એ નારાયણ છે, આજન્મ અને અવિનાશી. પણ કલયુગ માં તો નારાયણ ને પણ અપને પરમઅંશ માં થી હયાત વસ્તુ માં ફેરવી દીધા છે. ફાવે એમ આપણે ગુરુ ગ્રંથો અને વેદ ગ્રંથો નો સગવડીયો ધર્મ પણ બનાવી દીધો છે.   માયા અને લોભ ના લીધે આપણે કોઈક જાત ના ભય માં હંમેશા રહેતા હોય છે. એ અવચેતન ભય આપણને કેવી રીતે વર્તાવે છે, સુ કરાવે છે, અને અંત માં એ કેટલો હાનિકારક છે. જાનવર એની પ્રકૃતિ ક્યારેય નથી છોડતો. ગુસ્સો આવે તો બચકું ભારે અને પ્રેમ આવે તો વહાલ કરે. તેથીજ એ શુદ્ધ છે. માણસ જો ઈશ્વરે ઇચ્છેલી પ્રકૃતિ માં પાછો નહિ આવે તો અંતે એ નાશ પામશે. તો વિચારવા જેવી વાત એ પણ છે કે આજ ના માણસ નો અપડે કેવી રીતે જોઈએ છે? જિદ્દી, વધુપડતી આત્મશ્રદ્ધા, હું કાવ એજ સાચું, પૈસો મારો પરમેશ્વર અને હું પૈસા નો દાસ અને બીજી ઘણી બધી "ખૂબી" આજ નો માણસ દર્શાવે છે.  આ કાવ્ય માં આજ ના માણસ ના ગુનો નું વર્ણન કરવા માં આવેલું છે.