Posts

Showing posts with the label Ram
Image
 શ્રી ગણેશાય નમઃ  કેવટ સખા પાર કેવટ જ્યારે સ્વામી ને  પાર લાવે , મનોમન સ્વામી અને સેવક હર્ષાવે, કેવું તે કૌતુક આ જોનારા ને થાય, શું સંસાર ચલાવનાર હોડી માં સમાય? વિધિના વિધાન ખેડનારો નાવડીમાં બેઠો  વચન, કર્મ અને ભગવતનો અલૌકિક ભેટો  શ્રી રઘુવર ને ગુમાવનારા ધ્રુસકે ને ધ્રુસકે રડે  આવો દીકરો અને રાજા હવે પાછો ક્યારે જડે? ગંગાજીનું જળ પણ અતિ અશ્રુમય શાંત છે  સ્વામીથી વિખુટી થવાની સજા એકાંત છે  લક્ષ્મણ અને જાનકી રઘુભૂમિ ને નમન કરે આગળ હવે શું એનું ચિંતિત ચિત્ત ભ્રમણ કરે  મનોમન ત્રિકાળ દર્શી મલકાય એમ  અવતર્યાના જાણે વિધાન પૂરા થાય જેમ  જાને તે સૌના મન અને હૃદય ની વ્યથા  રક્ષા અને હેતના આશિર્વદ આપે જતા  જેમ- જેમ નાવડી કિનારે નજીક આવે  મત્સ્ય, સૂર્ય, પક્ષી પણ રામ જાય બોલાવે  નાવ જ્યારે તટ ને સ્પરશી નમન કરે  તટપાર ના દૃશ્ય નું નયન ગમન કરે  કેવટ કિનારે આવી સ્વામી ને ઉતારે  કહો નાથ, શું સેવા હવે ભાગે અમારે? કહે રામ, હે શ્વેત તારનારા ને તારનાર ! કર્યો છે તે મારા ઉપર જન્મ મુક્ત ઉપકાર  રાખ આ મુદ્રા, મારી...