Posts

Showing posts with the label Poet; New Poet; Poem; Wise; Soul; Motivation; Indian Poet; Krishna

મન મારુ હર્ષાય

Image
મન મારુ હર્ષાય Ⓒ  ટહુકા કરતો મોરલો મોટેથી સંભળાય  ખળ ખળ વેહ્તું પાણી સરળ સરળ જાય  આભ સમો ઊંચો પર્વતલો ચમકતો દેખાય  હૃદય મારુ ગાતું ગીત સાંભળી મન હર્ષાય  પીળા તે એ ફૂલડાં પર્વત પર લહેરાય  લીલા લીલા ઝાડવા એક બીજા માં સંતાય સામે નાચતું હરણ્યું વેગ થી પસાર થાય  હૃદય મારુ ગાતું ગીત સાંભળી મન મલકાય  વાદળા રહિત આભ માં પક્ષી જયારે ગાય  હલકા સરળતા એ વાયરે સુંદર કવિતા ઘડાય  આથમતો સૂર્ય જયારે કેસરી રંગ ભરતો જાય  હૃદય મારુ ગાતું ગીત સાંભળી મન ખુબ હર્ષાય  શું વરણું આગળ હવે જયારે ચંદ્ર તારા દેખાય  મોર ગયો પોઢી હવે તો ઘૂવડ છે ડાયરો ગાય  આ સંગીત યજ્ઞમાં જયારે શિયાળ પણ સંભળાય  હૃદય મારું શાંત થઇ મન પણ સુઈ જાય.... -ધ્રુવ પંડ્યા  Ⓒ દિનાંક: ૧૫ એપ્રિલ ૨૦૨૩ 

હરિ તમારો સાથ

Image
 શ્રી ગણેશાય નમઃ  જીવન ના પ્રતેક પડાવ માં નારાયણ કોક ને કોક સ્વરૂપ માં મારી રક્ષા એ દોડ્યા છે. એ ક્યારેક માં બને ને તો ક્યારેક મિત્ર બની ને, તો ક્યારેક પિતા સ્વરૂપે, તો કરાયે એક કુતરા ના પ્રેમ માં! જીવન માં માન, સન્માન તો ફક્ત નારાયણ થી છે, બાકી તો અવર-જવર છે. આત્મા ની પ્રાર્થના કેમ છે એનો મને ભાસ થયો ત્યારે આ કાવ્ય ની રચના થઇ છે. આ કાવ્ય મેં રાધાકૃષ્ણ અને અનેક દેવી દેવતા ને સાક્ષી રાખી વેન્ચુરા સનાતન મંદિર માં લખ્યું છે.  --------- હરિ થકી ચાલે નાવ મારી નાની મત્સ્યરૂપએ મોકળો માર્ગ બતાવે જાણી  આંખ ના આંસુ લુછવા અચૂક એજ આવે જમાડવા તે ધાન પણ અઢળક લાવે  વિસાત નથી મારી કે હું સમજુ એમની લીલા  શ્યામલ કૃષ્ણ કાનજી પેહરે પીતાંબર પીળા  કુંવરબાનું મામેરું અઢળક કરે ક્યારેક તે  તો ક્યારેક બની ગિરધર મીરાના દુઃખ હરે તે  વાંસળી તેની નારાયણના પ્રેમિલા વેણ ભ્રમાંડજેમાં વસે તેવા કમળ રૂપી નેણ ચારણકમળ થી નથી ખસતું મારુ ધ્યાન  એ હરિનામ સાંભળતા આત્મા ભુલે ભાન  શું ગાવ  ગીત  એના જે પોતે  છે  સ્વર  નિર્બળ નો વિધાતા મારો એ ઈશ્વર...